કરુણા હોટેલમાં પેલી જેમ રમવા ગયેલા મિત્રોના એક ગૃપમાંથી અચાનક જ ત્યાં રહસ્યમય રીતે અમુક મિત્રોના મૃત્યુ થવા લાગે છે. પોતાની આંખોની સામે જ પોતાના મિત્રોને મરતા જોઇને બાકીના બધા ખુબ જ ડરી ગયા હતા. અચાનક જ દરવાજે કોઈએ નોક કર્યું.ટક ટક ટક..ત્યાં ઉપસ્થિત મિત્રોમાંથી કોઈપણ ની હિંમત નહોતી કે કોઈ દરવાજો ખોલવા માટે બારણાં સુધી પણ જઈ શકે. હજી થોડીક ક્ષણો પહેલા જ તેમના ગ્રુપના ચાર મિત્રોને મરતા જોયાં હતાં. પોતાની આંખોની સામે મોતને જોયા પછી દરવાજા સુધી પણ જવાની કોઈના માં હિંમત નહોતી.અચાનક જ ધડામ કરતો દરવાજો ખુલ્યો. બધા ફાટી આંખો સાથે દરવાજા તરફ જોઈ રહ્યા હતા.બધાની ધડકન એકદમ વધી ગઈ. અમુકના મોઢેથી