એક કિનારા વાળી નદી

  • 108

બધીજ નદીઓને બે કિનારા હોય છે. બંને કિનારા એકબીજાને જોઈ શકે, પવનના સંદેશા મોકલી શકે, પણ ક્યારેય મળી શકતા નથી. જીવનમાં પણ કેટલાક પ્રેમ એવા જ હોય છે—સાથ વગરના, સ્પર્શ વગરના, છતાં આખી જિંદગી હૃદયમાં વહેતા.આ વાત છે અર્જુન અને મીરાની.સત્તર-અઢાર વર્ષની ઉંમર. ગામની ધૂળિયાળી શેરીઓ, ખેતરની પગદંડીઓ, વડલાની છાંય અને શાળાની ઘંટડી. બંને એક જ શાળામાં ભણતા. અર્જુન શાંત, અભ્યાસુ અને સંસ્કારી. મીરા નિર્મળ હાસ્ય ધરાવતી, આંખોમાં સપનાઓ લઈને ફરતી.બંને રોજ મળતા. ક્યારેક પુસ્તકની આપ-લે, ક્યારેક પાણીના ઘડામાંથી એક જ લોટામાં પાણી પી લેવું, ક્યારેક મેળામાં દૂરથી નજર મળી જવી. પ્રેમ હતો—ખૂબ હતો. પરંતુ એ પ્રેમને શબ્દો મળ્યા નહોતા.અર્જુન