ત્રિશૂળનુ રહસ્ય - પ્રકરણ 3

  • 114

“કબીર, મને સમજાતું નથી કે તું આમ અચાનક તારા દાદાજી વિશે શું કામ જાણવા માગે છે?” જ્યોતિબેને કબીરને સવાલ પુછ્યો. તેઓ મુંઝવણમાં હતા કે આ કબીરને અચાનક શું થઇ ગયું.         “કંઇ ખાસ નહી મમ્મી. આતો જ્યારે અમે બધાં મિત્રો મળીને પોતપોતાની ફેમિલી વિશે વાતું કરી રહ્યા હતા ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે હું તો મારા દાદાજી વિશે તેમના નામ સિવાય કશું જાણતો જ નથી.” કબીરે વાર્તા બનાવી પોતાની મમ્મીને સંભળાવી દીધી. તે સાચી વાત કહી તેમને ચિંતિત કરવા નહોતો માંગતો. અરે ચિંતાની વાત તો દૂર એને તો એ પણ સમજાતું નતુ કે વાત છે શું. બસ પેલા