વિરાજ પેલેસ - પ્રકરણ 8

ભેજવાળી અને સડેલી હવાનો એ જોકો અમારા આખા શરીરમાં ધ્રુજારી પેદા કરી ગયો. નીચે કાળોડીબાંગ અંધારું હતું. ગુફાના મુખમાંથી નીકળતો એ અવાજ એવો હતો જાણે કોઈ અંદર બેસીને ધીમા અવાજે ડસકાં ભરી રહ્યું હોય.​"અજય, તું તન્વી પાસે જ અહીં બહાર રહે. એ હજુ બેભાન છે, એને એકલી મૂકવી સેફ નથી," મેં એના ખભા પર હાથ મૂકતા કહ્યું. અજયનો ચહેરો ડરથી ફિક્કો પડી ગયો હતો, પણ એણે હિંમત ભેગી કરીને માથું હલાવ્યું. એણે તન્વીને કામિની વૃક્ષના થડને અઢેલીને બેસાડી અને એની રખેવાળી કરવા લાગ્યો.​મેં મારા ફોનની ટોર્ચ ચાલુ કરી. શંભુ કાકાએ પણ એમની પોકેટ ટોર્ચ ઓન કરી. અમે બંનેએ એકબીજા સામે