અમદાવાદના શાંત વિસ્તારમાં આવેલો એક સુંદર બંગલો બહારથી જોતાં કોઈને પણ લાગતું કે અહીં એક સુખી પરિવાર રહે છે. સવારે સાત વાગ્યાથી ઘરમાં ચહલપહલ શરૂ થઈ જતી. રસોડામાં ચાની સુગંધ, બાળકોની સ્કૂલની તૈયારી અને ઘરકામ કરતી કામવાળીનો અવાજ... બધું જ સામાન્ય લાગતું.પણ આ ઘરની અંદર એક એવી શાંતિ વસતી હતી, જે સુખની નહીં, એકલતાની હતી.નિશા, ઉંમર અડત્રીસ વર્ષ, શિક્ષિત, સમજદાર અને સૌમ્ય સ્વભાવની સ્ત્રી હતી. તેના લગ્નને તેર વર્ષ થઈ ગયા હતા. પતિ અમિત એક જાણીતા બિલ્ડર હતા. પૈસા, પ્રતિષ્ઠા અને વૈભવની કોઈ કમી નહોતી. પરંતુ સમયની કમી હતી.એક સમય હતો જ્યારે અમિત દિવસમાં દસ વખત ફોન કરતો. હવે તો