સમાંતર સફર

  • 140

પુણેનાં ટ્રાફિક અને ભીડભાડ વાળા રસ્તાઓ પરથી પસાર થતી લાલ સરકારી બસ અભિગમની જિંદગીનો એક અનિવાર્ય હિસ્સો હતી, એક મહિના પહેલા કોલેજ જવા અને હવે નવી લાગેલી નોકરી પર જવા માટે. રોજ સવારે બરાબર ૮:૩૦ વાગ્યે એ પોતાના સ્ટોપ પરથી બસ પકડતો અને ૮:૫૫ એ ઓફિસના સ્ટોપ પર ઉતરી જતો. ૨૫ મિનિટની આ મુસાફરીમાં તેના મનમાં કંઈ કેટલા સપનાઓનાં ફણગા ફૂટતા. બસની આ સફર તેના માટે જરાયે કંટાળાજનક નહતી. તે બીજા પ્રવાસીઓની જેમ ફોન સ્ક્રોલ કરતા, કે કાનમાં ઈયરફોન ભરાવીને ગીતો સાંભળતો જોવા ક્યારેય ન મળતો. આ આખી દુનિયાથી તે અલિપ્ત હતો. તેને તો લોકોનાં સંવાદો, તેમની દિનચર્યા, શું તેમનાં