ભૂલ છે કે નહીં ? - ભાગ 111

  • 188
  • 86

હું ઘરે તો આવી ગઈ. પણ મારા મગજમાં કંઈ કેટલાયે વિચારો ચાલતા હતા. એમ ને એમ જ મેં ઘરે ટયુશન વાળા છોકરાઓને ભણાવ્યા. રોજિંદા કામ કર્યા પણ રાતે સૂવા ના સમયે પણ મારા મગજમાંથી ભાઈના બોલાયેલા શબ્દો નીકળતા જ ન હતા. મને થયું હું જેને મારું સુખી પિયર સમજતી હતી ત્યાં તો અમારા માટે કંઈક જુદું જ વિચારાતું હતું. હું જ્યારે પણ રહેવા જતી કોઈ દિવસ કંઈ પણ કહેતી નહીં. જે બનાવ્યું હોય એ જ ખાઈ લેતી. મારા સંતાનો પણ કોઈ દિવસ ત્યાં કોઈ માગણી કરતા ન હતા. હા, મારી બહેન પહેલાં એમના ઘરની નજીક રહેતી એટલે એના સંતાનો એ