****** રિસોર્ટના પાર્કિંગમાં કાર લોક કરીને શિવમ હજુ હોટેલના રૂમ તરફ આગળ વધી જ રહ્યો હતો, ત્યાં જ એના ખિસ્સામાં રહેલા ફોનની રીંગ વાગી. સ્ક્રીન પર 'નિસર્ગ' નામ ચમકતું હતું.શિવમે કૉલ ઉપાડ્યો, "હા, નિસર્ગ બોલ? ક્યાં છે તું?"સામે છેડેથી નિસર્ગનો ગભરાયેલો અને ધ્રૂજતો અવાજ આવ્યો, "શિવમ... તું પ્લીઝ મને મળવા આવને. હું હોટેલના પાંચમા ફ્લોર પર ઓપન લોન એરિયામાં છું. તું બસ ફટાફટ ઉપર આવી જા."નિસર્ગના અવાજમાં રહેલી બેચેની અને લાચારી અનુભવીને શિવમના પગ થંભી ગયા. એણે પૂછ્યું, "ભાઈ, બધું બરાબર છે ને? તું કેમ આમ હાંફી રહ્યો છે?""તું અત્યારે કોઈ સવાલ ના કર, બસ વહેલી