બેનની ગાડીની ડિકી ખાલી હતી. બેનના કહેવા મુજબ એમાં એનું પર્સ હતું જેમાં પાંચ હજાર રૂપિયા હતા. એ ચોરાય ગયું એમ એનું કહેવું હતું. એ ખૂબ જ રડતી હતી. ભાઈ મમ્મી અને ભાભીને લઈને ઘરે નીકળી ગયો હતો. તમે પણ છોકરાઓને લઈને નીકળી ગયા હતા. મેં કહ્યું હતું કે હું પછી આવું છું. એટલે દુકાન પર હું, બેન અને પપ્પા જ હતા. બેન ખૂબ રડતી હતી. પપ્પાએ કહ્યું આપણે તો બધા અહીં જ હતાં. કોઈ તારી ગાડીની ડિકી ખોલે તો આપણને ખબર તો પડે જ પણ એવું કંઈ કોઈએ જોયું જ નથી. પણ બેન કહે ના હું પર્સ લાવી હતી