અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 1

       પહાડો અને ઘન જંગલોથી ઘેરાયેલું એક ગામ હતું અંધેરપુર. નકશામાં તેનું નામ તો હતું પરંતુ ત્યાં પહોંચવાનો રસ્તો જાણે સમયની સાથે ગાયબ થઈ જતો હતો. બહારના લોકો માટે આ ગામ માત્ર એક દંતકથારૂપ  જ હતું.આ ગામમાં એક અજીબ નિયમ હતો.દર વર્ષે અમાસની રાત્રે સૂર્યાસ્ત પછી કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નીકળતી નહોતી. બધા જ ઘરના દરવાજા-બારીઓ બંધ થઈ જતા. બાળકોને પણ કારણ પૂછવાની મનાઈ હતી.ગામની વચ્ચોવચ માં એક પ્રાચીન વટવૃક્ષ ઊભું હતું. લોકો એવી વાતો કરતા કે તેની નીચે સદીઓ જૂનું રહસ્ય દફનાયેલું છે. પરંતુ કોઈ તેની નજીક જતું નહોતું.એક દિવસ શહેરમાંથી એક યુવાન પત્રકાર પવન ગામમાં આવ્યો.