અમે જેમ-જેમ ગુફામાં ઊંડે ઉતરતા ગયા, તેમ-તેમ પેલી ભેજવાળી હવા ગાયબ થતી ગઈ. ગુફાની પથરાળ દીવાલો પર પેલો પીળો પ્રકાશ કંપતો હતો. આખી ટનલમાં હવે માત્ર અમારા પગલાંનો અવાજ જ ગુંજતો હતો.ટનલના છેડે પહોંચતા જ સામે પેલી કાચી ઈંટોની અવાવરું દીવાલ દેખાઈ. પણ આ વખતે દ્રશ્ય અલગ હતું. સદીઓ વીતી જવાને કારણે અને કદાચ હમણાં જ સર્જાયેલી એ અકુદરતી હલચલને લીધે, દીવાલનો એક ભાગ જર્જરિત થઈને તૂટી પડ્યો હતો. એ તૂટેલા પોલાણની અંદરથી જ પેલો દિવ્ય પ્રકાશ વહી રહ્યો હતો.મેં ધ્રૂજતી આંગળીઓ સાથે ટોર્ચ અંદર ફેરવી. ઓરડાની મધ્યમાં ધૂળ અને કાટમાળ વચ્ચે સેંકડો વર્ષ જૂનું એક હાડપિંજર બેઠેલી અવસ્થામાં પડ્યું