સવારના સાડા પાંચ વાગ્યા હતા. સીમમાંથી ઠંડો પવન વાતો હતો, પણ જગાભાઈનું કાળજું વહુઓના કાવતરાના લીધે હજુય બળતું હતું. એ સીધા ગામના પાદરે કાળુના ચાના ગલ્લા પર પહોંચ્યા. કાળુ એટલે આખા પંથકનો ઇન્ફોર્મેશન બ્યુરો! કોના પિયરમાં શું હાલે છે અને કોના સાસરામાં કોણ મીઠું-મોરું છે, એ બધી ખબર કાળુ પાસે અપડેટ રહેતી.બસ કાળુ ના બે વખાણ કરો એટલે માહિતી એ ટુ ઝેડ આપી દે.જગાભાઈએ ગલ્લા પર જઈને મૂછ પર હાથ ફેરવ્યો, "અલ્યા કાળુ, એક કડક માવો ઘસી દે અને તું હમણાં થી ક્રીમ કઈ વાપરે છે?કાળું વખાણ સાંભળવા તલપાપડ થઈ ને કીધું “ક્રીમ બ્રિમ કઈ નથી વાપરતો જગાભાઈ, કેમ એવું