કુંવારો જેઠ - ભાગ 6

  • 322
  • 136

ગીતા અને કવિતાએ બપોરે જ રસોડાની બારી બંધ કરીને મિટિંગ ગોઠવી. ગીતાએ કીધું, "જો કવિતા, આ સોનલ જો આ ઘરમાં જેઠાણી બનીને આવી, તો આપણી આઝાદી ઢૂમ….ઢૂમ…..તેણાંઉઉ…..! જમીનદારની બહેન છે એટલે આપણી પાસે નોકરાણીની જેમ કામ કરાવશે. વ્હાલી ગમે તેમ કરીને ગિજુભાઈ સુધી મોટા જેઠની આળસ અને માવાની આદતોની વાત પહોંચાડવી પડશે."કવિતાએ નવો આઈડિયા આપ્યો, "એક કામ કરીએ, ગિજુભાઈના ગામમાં મારી એક બહેનપણી રહે છે. એના દ્વારા જ સોનલ સુધી એવા સમાચાર પહોંચાડીએ કે જગો દેખાવમાં હીરો છે પણ વાસ્તવમાં સાવ ઝીરો છે! બપોર સુધી નસકોરાં બોલાવે છે."હજી તો વહુઓ કાવતરું ઘડે એ પહેલાં જ, બીજા જ દિવસે સવારે નાથુજીના