મારા બહુ શરૂઆતના લેખો પૈકી એક. એ અમુક સામયિકોમાં આવી પણ ગયેલો. 2017 ઓક્ટોબર આસપાસ લખેલો હાસ્યલેખ. વાંચીને કહો, કેવો લાગ્યો?મગજને બંધ રાખીને દુનિયાનું સૌથી મોંઘું સુપર કોમ્પ્યુટર માણસના માથામાં ફિટ કરેલું આવે છે. દુર્ભાગ્યે તેની સાથે યુઝર મેન્યુઅલ નથી આવતું. હા, એના કેટલા ટકા આપણે વાપરીએ છીએ એ પણ સવાલ છે. મગજ પાંચ ટકાથી તો ઓછું જ વાપરી પેટીપેક બનાવનારને પાછું આપીએ છીએ. એને તો સેકન્ડહેન્ડ વેચવા મુકાય નહીં કે ન તો ગિફ્ટ અપાય! નહીં તો એના પણ બ્લેક બોલાતા હોત. ઓનલાઈન એની અદભુત કરામતો બતાવતા વિડિઓ પ્રદર્શિત થતા હોત. કાવ્યપંક્તિ ‘નયનને બંધ રાખીને..’ માં આંખો બંધ કરી મગજથી જોવાની વાત