ઓપરેશન સાગર મંથન - પ્રકરણ 5

પ્રકરણ ૫: મુંબઈની અંડરવર્લ્ડ લિંકમુંબઈ હાર્બર - ગેટવે ઓફ ઇન્ડિયા પાસેઅમદાવાદમાં રાજેન્દ્રસિંહની હત્યા થયા બાદ કેસનું આગામી છેડું મુંબઈ તરફ લંબાયું હતું. આયશા ખાને શમસુદ્દીનના બેંક ખાતાઓનું ફોરેન્સિક ઓડિટ કર્યું તો માલૂમ પડ્યું કે મુંબઈના કુખ્યાત ડોંગરી અને ભીંડી બજાર વિસ્તારના હવાલા ઓપરેટરો દ્વારા કરોડો રૂપિયા મુંબઈના સમુદ્રમાં ચાલતી એક લક્ઝુરિયસ કસિનો ક્રૂઝ શિપ 'રોયલ એમ્પાયર' માં ઈન્વેસ્ટ કરવામાં આવ્યા હતા.કબીર અને આયશા મુંબઈ આવ્યા. કબીરે બ્લેક કલરનો સ્યૂટ પહેર્યો હતો અને આયશાએ એક મોંઘો ઈવનિંગ ગાઉન પહેર્યો હતો, જેથી તેઓ કસિનો ક્રૂઝ પર સામાન્ય અમીર ગ્રાહકો જેવા લાગે.રાત્રિના ૧૨:૦૦ વાગ્યે 'રોયલ એમ્પાયર' શિપ મુંબઈના દરિયામાં લાઈટોથી ઝગમગી રહી હતી.