ઓપરેશન સાગર મંથન - પ્રકરણ 7

પ્રકરણ ૭: રમતનો અસલી ખેલાડીસિક્રેટ લોકેશન - જનકપુરી, દિલ્હીકબીર રાઠોડની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. આયશાનું અપહરણ એ તેના માટે વ્યક્તિગત આઘાત હતો. તેણે પોતાના સાયબર સેલના મિત્રનો ઉપયોગ કરીને સુરેન્દ્ર વર્માના ગુપ્ત સેટેલાઇટ ફોનનું છેલ્લું લોકેશન ટ્રેક કરાવ્યું. લોકેશન દિલ્હીના જનકપુરી વિસ્તારમાં આવેલી એક બંધ સરકારી મિલની મિલકતનું હતું.કબીર કોઈ પણ ફોર્સ વિના, એકલો જ પોતાની પ્રાઇવેટ ગાડીમાં ત્યાં પહોંચ્યો. રાત્રિના અંધારામાં એ જૂની મિલ કોઈ ભૂતિયા મહેલ જેવી લાગતી હતી. વરસાદ હજી પણ ચાલુ હતો.કબીર હાથમાં ગ્લોક પિસ્તોલ લઈને, એકદમ સાયલન્ટ પગલાં ભરતો મિલની અંદર પ્રવેશ્યો. અંદર લોખંડના મોટા મશીનો કટાઈ ગયેલા પડ્યા હતા. મધ્યમાં એક ઊંચી લાઈટ