સોલમાં છુપાયેલું ઝેરપ્રકરણ ૧ : કેમિકલ કીમિયો અને કાળો કારોબારઅફઘાનિસ્તાન–ઈરાન સરહદ નજીક, પર્વતોની વચ્ચે છુપાયેલી એક ગુપ્ત કેમિકલ લેબ...બહાર સશસ્ત્ર ગાર્ડ્સ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. અંદર અત્યાધુનિક મશીનોની વચ્ચે સફેદ લેબકોટ પહેરેલા કેમિસ્ટ્સ કરોડોની કિંમતનું નશીલું કેમિકલ તૈયાર કરવામાં વ્યસ્ત હતા.એક બંધ પડેલા કેમિકલ વેરહાઉસમાં ભારે મશીનોનો ધીમો અવાજ ગુંજી રહ્યો હતો. અંદર હવામાં કેમિકલની તીવ્ર ગંધ ફેલાયેલી હતી. એક વિશાળ 3D બાયો-પ્રિન્ટર ધીમે ધીમે કામ કરી રહ્યું હતું. તેના પારદર્શક ચેમ્બરમાં એક કાળા રંગનું મોંઘું સ્પોર્ટ્સ સ્નીકર આકાર લઈ રહ્યું હતું.મશીન સામે ઊભેલો માણસ સફેદ લેબકોટમાં હતો. તેનું નામ હતું ડૉ. હમીદ કુરેશી—એક પ્રતિભાશાળી કેમિસ્ટ, જે હવે અંડરવર્લ્ડ માટે