આજે તમને માં નર્મદા ની વાત કાઉ..દરોજ ની લાઇફ થી થાકેલી આનુ મન શાંત કરવા નર્મદા ને મળવા નીકળી ગઈ.. કેવાય છે કે માં શાક્ષાત મળે છે..સવારનો સમય હતો. આકાશમાં હળવો કેસરી રંગ ફેલાયો હતો અને નર્મદાના કિનારે ઠંડી પવન વહેતી હતી. દૂરથી મંદિરની ઘંટડીઓનો મધુર નાદ સંભળાતો હતો. લોકો “નર્મદે હર… નર્મદે હર…“નો જાપ કરતાં ઘાટ તરફ જઈ રહ્યા હતા.આનુ નામની એક યુવતી પણ પોતાના મનમાં અનેક પ્રશ્નો લઈને ત્યાં આવી હતી. બહારથી હસતી રહેતી આનું અંદરથી ખૂબ થાકી ગઈ હતી. જીવનમાં બધું હોવા છતાં તેને શાંતિ મળતી નહોતી. સંબંધોની ગૂંચવણ, અધૂરા સપનાઓ અને મનની ખાલીપાએ તેને અંદરથી તોડી