પ્રકરણ ૨ "બી-૨૦૩ના નવા પડોશી"સવારે લગભગ સાડા નવ વાગ્યા હતા.આનંદનગરના મુખ્ય ગેટ પાસે એક મોટો મૂવિંગ ટ્રક આવીને ઊભો રહ્યો.સોસાયટી કમ્પાઉન્ડ માં ઉભેલા તમામ લોકોનું ધ્યાન e ટ્રક અને ટ્રક ની સાથે આવેલ લોકો તરફ હતું."બી-૨૦૩...!"સિનિયર વોચમેન બાબુલાલે રજિસ્ટરમાં ફ્લેટ નંબર જોઈને આસિસ્ટન્ટ વોચમેન અરજણભાઈને કહ્યું,"ચાલ, સામાન ઉપર ચડાવવામાં મદદ કરવી પડશે."ટ્રકનું પાછળનું શટર ખુલ્યું.સૌથી પહેલાં એક સફેદ SUVમાંથી લગભગ પિસ્તાળીસ વર્ષના એક સજ્જન નીચે ઉતર્યા. સફેદ શર્ટ, બ્લૂ જીન્સ, આંખે ચશ્મા અને ચહેરા પર હળવું સ્મિત.એમની પાછળ એક મહિલા અને લગભગ સોળ-સત્તર વર્ષની એક દીકરી પણ નીચે ઉતર્યાં.ગેટ પાસે બેઠેલા કાંતિભાઈ પેપરવાળાની નજર તરત જ ત્યાં નવા આવેલ લોકો