આનંદનગર : પ્રકરણ ૩

  • 288
  • 114

પ્રકરણ ૩: આનંદ ગેંગનું અનોખું સ્વાગતદૈનિક ચબરાકિયાં:"ઈંટ-સિમેન્ટથી તો ફ્લેટ બને છે સાહેબ, પણ ઘરમાં પ્રવેશતાં જ જો પડોશીઓ મોં મીઠું કરાવે, તો એ જ ફ્લેટ 'ઘર' બની જાય છે! નવા સંબંધોનું સ્વાગત કરવા માટે મોટા દિલ જોઈએ, મોટી બેંક બેલેન્સ નહીં!"સાંજના પાંચ વાગ્યા હતા. આકાશમાં આછો સોનેરી તડકો પથરાયેલો હતો અને સોસાયટીના ગાર્ડનમાં બાળકોની રોજની જેમ ગુપ્ત બેઠક ભરાઈ હતી.વિવાને ચારેય તરફ નજર ફેરવી, જાણે કોઈ મોટું ગુપ્ત મિશન પાર પાડવાનું હોય. "બધા આવી ગયા?""હા..."રુદ્ર (ટીનીયો) આગળ આવ્યો અને આંખ મચકોડીને બોલ્યો, "તો હવે પ્લાન સાંભળો."બધા ઉત્સુક થઈને તેની આસપાસ ગોળ થઈને બેઠા."જુઓ ભાઈ, નવા પડોશીનું સ્વાગત તો આખા મકાનના