સહિયારા શ્વાસ - અધ્યાય 4

  • 106

સહિયારા શ્વાસઅધ્યાય – ૪મૌન પાછળનું દુઃખ"દરેક હસતો ચહેરો સુખી હોય એવું જરૂરી નથી...કેટલાક લોકો પોતાની આંખોના આંસુને સ્મિત પહેરાવીને જીવે છે."       શિયાળાની સવાર ધીમે ધીમે શહેરને પોતાની શીતળ ચાદરમાં લપેટી રહી હતી.ઝાકળના નાનકડા ટીપાં ઘાસના પાન પર જાણે પ્રકૃતિએ મોતી વેર્યા હોય એમ ચમકી રહ્યા હતા. પૂર્વ દિશામાંથી ઉગતો સૂર્ય ધીમે ધીમે પોતાની સોનેરી આંગળીઓ ધરતી પર ફેરવી રહ્યો હતો. દૂર કોઈ મંદિરના ઘંટનો મધુર નાદ પવન સાથે વહેતો હતો, અને વાતાવરણમાં એક અજાણી શાંતિ છવાઈ ગઈ હતી.નિત્યાની સવાર હંમેશની જેમ મહાદેવના ચરણોમાંથી જ શરૂ થતી.તેણે ઘરના નાનકડા મંદિરમાં દીવો પ્રગટાવ્યો. ધૂપની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ. આંખો