શ્રાવણ મહિનો એટલે પ્રકૃતિનો સોળે કળાએ ખીલવાનો સમય. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને બહાર સરસ મજાનો ઝરમર વરસાદ વરસી રહ્યો હતો અને થોડો થોડો પવન વાતાવરણ ને એક જીવ આપતું હતું . આ કુદરતી વાતાવરણ બહાર ભલે શાંત અને ઠંડુ લાગતું હતું, પણ આશુના મનની અંદર તો જાણે કોઈ મોટું વાવાઝોડું ફૂંકાયું હતું. તે અંદરથી સાવ ભાંગી ગયો હતો, જાણે તેની દુનિયા લૂંટાઈ ગઈ હોય.અશુ પોતાના ઘરના વરંડા માં મૂકેલી પ્લાસ્ટિકની ખુરશી પર ચૂપચાપ બેઠો હતો. તેનો ડાબો પગ સતત ધ્રૂજી રહ્યો હતો—તેના મનની બેચેની અને વ્યાકુળતા સાફ દેખાઈ રહી હતી. તેના બંને હાથ પોતાના હોઠ પર ટેવાયેલા