સરકારી પ્રેમ - ભાગ 57

"આ મહેચ્છા કાલે મારી સફળતા જ્યારે ન્યુઝ ચેનલો પર જોશે અને સાંભળશે પછી જ તેને વિશ્વાસ થશે કે હું આટલો બધો વ્યસ્ત કેમ હતો?" નવનીત વિચાર કરે છે.ત્યારે જ નવનીત ને હોટલાઈન પર કેન્દ્રિય નાણા સચિવ ફોન કરે છે તો નવનીત હતપ્રભ બની જાય છે."અરે સર તમે ફોન કર્યો?" "હા મિસ્ટર નવનીત તમે ખરેખર ખુબ જ સરસ કામ કરી રહ્યા છો. તમે ફક્ત એક જ અઠવાડિયામાં આખા રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે.આ જે તમને ગેરરીતિ મળી છે એ ખુબ જ હતપ્રભ ‌બનાવનાર છે. આખો રિપોર્ટ જાણી લીધા પછી મને હજી આશંકા છે કે આખા રાજ્યમાં કેટલીય ગેરરીતિઓ ચાલતી હશે." નાણાં સચિવ