સરકારી પ્રેમ - ભાગ 58

  • 104

નવનીત મોટી ગાડીમાં એમ.એલ.એ સર ના બંગલામાં પહોંચી જાય છે. છેલ્લા પંદર દિવસમાં આ તેની બીજી પાર્ટી હતી. એમ.એલ.એ સાહેબ ખુદ જ મુખ્ય દરવાજા પર રોનક શ્રીવાસ્તવ સાથે તેમની રાહ જોઈ રહ્યા હતા."આવો આવો અમારા પ્રામાણિક સરકારી અધિકારી. તમે જો ન હોત તો શું થતું?" એમ.એલ.એ કહે છે." અરે સર આમ ન બોલો. " નવનીત કહે છે."સર આ બન્ને પતિ-પત્ની દેશને એક નવી જ દિશામાં લઈ જશે એમ લાગે છે. નવનીત તો મહેચ્છા હોસ્પિટલમાં દાખલ હતી તો પણ પોતાના જ કામમાં વ્યસ્ત હતો. મારી કારકિર્દીમાં આવો આઈ.એ.એસ અધિકારી નથી જોયો." રોનક શ્રીવાસ્તવ પણ વ્યંગાત્મક રીતે કહે છે." અરે તમે તો