સ્નેહ ની ઝલક - 31

પ્રેમ જ્યારે આત્માને સ્પર્શે છેસાંજના સૂર્યના છેલ્લાં કિરણો આકાશને કેસરી રંગથી રંગી રહ્યા હતા. મંદિરમાં વાગતી ઘંટડીઓનો મધુર નાદ વાતાવરણને પવિત્ર બનાવી રહ્યો હતો. અગ્નિની સાક્ષીએ આર્યન અને નિશાએ સાત ફેરા લીધા.ફેરા દરમિયાન પુરોહિતે કહ્યું હતું,"આજથી તમે માત્ર પતિ-પત્ની નહીં, પરંતુ જીવનના દરેક સુખ અને દુઃખના સહયાત્રી છો."તે સમયે બંનેએ એકબીજાની આંખોમાં જોઈને સ્મિત કર્યું હતું. બંનેને લાગ્યું હતું કે આ તો માત્ર વિધિનો એક ભાગ છે. જીવનમાં બધું જ સુંદર રહેશે, તો દુઃખનો પ્રશ્ન જ ક્યાં ઊભો થશે?લગ્ન પછીનું જીવન જાણે કોઈ સુંદર સ્વપ્ન જેવું હતું.નિશા અત્યંત સંસ્કારી, મૃદુભાષી અને હંમેશા બીજાના સુખમાં પોતાનું સુખ શોધનારી યુવતી હતી. તે