ભાગ – ૩ : "તારી પાછળ પાછળ"આ ભાગ–૨ ની આગળની વાર્તા છે.કરન સાથેની મુલાકાત પછી આનિયા પોતાના ફ્લેટ પર પાછી આવી. તેના મનમાં સતત કરનના શબ્દો ગુંજી રહ્યા હતા.તેણે પોતાની જાતને સમજાવતાં કહ્યું,"કરન અત્યારે ખૂબ ગુસ્સામાં છે. તેથી તે મારી વાત સમજવા તૈયાર નથી. પરંતુ એક દિવસ તેનો ગુસ્સો જરૂર શાંત થશે. એ દિવસે તે મારી લાગણીઓને પણ સમજશે... અને મને પણ. હું તેને મનાવીને જ રહીશ. ભલે તે રોજ મારા પર ગુસ્સો કરે, પણ હું હાર માનવાની નથી."બીજા દિવસે સવારે...કરન રોજની જેમ સમયસર કોલેજ જવા માટે પોતાના ફ્લેટનો દરવાજો ખોલીને બહાર નીકળ્યો.ત્યારે તેની નજર સામેના ફ્લેટની બહાર પડેલા એક