કવિતા એક સુંદર યુવતી હતી.તે એમ-એ નાં બીજા વષૅ માં અભ્યાસ કરતી હતી.કવિતા કોલેજ ની હોસ્ટેલ માં રહેતી હતી. તે ખુબ મહેનતુ હતી.તેના માતા- પિતા ન હતા.તે અનાથ હતી તેથી સવારે કોલેજ અને સાંજે એક કોફી શોપમાં પાટૅ ટાઇમ જોબ કરી પોતાનો ખર્ચો પૂરો કરતી. કોલેજ ની પરિક્ષા આવી રહી હતી અને હવે કવિતા એ કોઈ સારી કંપનીમાં જોબ અને રહેવાની જગ્યા પણ શોધવાની હતી. કવિતા રોજ રાત્રે થોડો સમય લાઈબ્રેરી માં વાંચવા જતી.આજે પણ તે લાઈબ્રેરી મા આવી પણ આજે તે વાંચવા કરતા સતત ફોન માં કંઈ કરી રહી હતી.