મને તમારો જવાબ ગમ્યો નહીં. કારણ કે બેનને ત્યાં કંઈ કરવું હોય તો તમે કહી દો કે આમ જ કરવાનું છે પણ આજે પહેલીવાર મેં મારી બેનના સંતાનો માટે કંઈક માગ્યું તો તમે એ નિર્ણય પણ મારા પર છોડી દીધો. પણ એમ ન કહ્યું કે જા એમને કપડા અપાવી દેજે છોકરાઓને જ અપાવવાના છે ને સારું. મને હતું કે તમે આમ જ કહેશો પણ તમે એવું ન કર્યુ. મને એમ કહી દીધું કે તારે જે કરવું હોય તે કર. મેં નક્કી કર્યું કે હું બેનના છોકરાઓ માટે બેનને પૈસા આપી દઈશ. અને બીજા દિવસે મેં બેનને ફોન કર્યો કે તું