આનંદનગર : પ્રકરણ ૧૭

  • 210
  • 66

પ્રકરણ ૧૭ : કાંદા-ભજીયા વર્સિસ કેલરી!દૈનિક ચબરાકિયાં:"ગુજરાતીઓ માટે ચોમાસાનું વાતાવરણ અને તેલમાં તળાતા ગરમ-ગરમ ભજીયાની સુગંધ એ દુનિયાનો સૌથી મોટો એરોમા-થેરપી  છે! ડાયેટ પ્લાન અને કેલરી ચાર્ટ ત્યાં સુધી જ સાચા, જ્યાં સુધી પ્લેટમાં ચટણી સાથે કાંદા-ભજીયા નથી આવતા!"ઓગસ્ટના મધ્યમાં આકાશ ફરી એકવાર કાળાડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ધીમી ધારે ચોમાસાની મનમોહક હેલી શરૂ થઈ ગઈ હતી. હવાઈ વાતાવરણમાં એક અનોખી જ ઠંડક પ્રસરી ગઈ હતી.આવા રોમેન્ટિક અને આહલાદક વાતાવરણમાં આનંદનગર સોસાયટીના ક્લબ હાઉસમાં લેડીઝ ટીમ દ્વારા 'કિટ્ટી પાર્ટી'નું આયોજન કરવામાં આવ્યું હતું.આ વખતની કિટ્ટી પાર્ટીની થીમ હતી—"હેલ્ધી મોન્સૂન એન્ડ ફિટનેસ"!સેક્રેટરી હિતેશ પટેલના પત્ની સોનાલીબેન, વકીલ ઇમરાન ખાનના