સાત સમંદર પાર - ભાગ 12

  • 242
  • 92

પ્રિયાંશી પણ હવે મિલાપના પ્રેમમાં તરબોળ થઈ ચૂકી હતી...થોડી ક્ષણો બંને એકબીજાનામાં ખોવાયેલા રહ્યા અને એટલામાં મિલાપના ફીઆએ મિલાપને બૂમ પાડીને બહાર બોલાવ્યો...બંને જણાં જરા સ્વસ્થ થઈને રૂમની બહાર આવ્યા અને મિલાપના ફીઆએ ઘરમાં બધાનું મોં મીઠું કરાવ્યું...મિલાપ પ્રિયાંશીના મમ્મી પપ્પાને મળવા માટે તેમનાં ઘરે પહોંચી ગયો અને પ્રિયાંશી સાથેના પોતાના લગ્નની ઈચ્છા તેણે વ્યક્ત કરી...પ્રિયાંશીના મમ્મી માયાબેને આ નિર્ણય પ્રિયાંશી ઉપર છોડ્યો...પરંતુ તેમનાં મનમાં એક વાત સતત ઘૂમરાયા કરતી હતી તે એ હતી કે, મિલાપ ખૂબ જ પૈસાવાળા ઘરનો દિકરો હતો... તેમણે પોતાની દીકરી પ્રિયાંશીને સહજપણે પૂછી જ લીધું કે, "મિલાપ તો તને ગમે છે બેટા પણ તેની સાથે તું