તું જ મારી દુનિયા લગ્નને પચ્ચીસ વર્ષ થઈ ગયાં હતાં.ઘરની દીવાલો એ બંનેના હાસ્યથી પરિચિત હતી, બારીના પડદાઓએ તેમના ઝઘડા પણ જોયા હતા અને એ જ ઘરના ઓરડાઓએ એવી કેટલીય રાતો પણ જોઈ હતી જ્યારે બંને એકબીજાથી નારાજ હોવા છતાં એકબીજાની ચિંતા કરતાં રહ્યાં હતાં.આકાશ અને માહીનું લગ્નજીવન બહારથી જોનારને એક સામાન્ય સુખી દાંપત્ય લાગતું. બે સંતાનો, પોતાનું ઘર, વ્યવસ્થિત જીવન અને સમાજમાં સન્માન. પણ કોઈને ક્યાં ખબર હતી કે આ સામાન્ય દેખાતા સંબંધની અંદર પ્રેમનો એક એવો દરિયો હતો, જે સમય સાથે સૂકાયો નહોતો; ઊલટું વર્ષો પસાર થતાં વધુ ને વધુ ઊંડો થતો ગયો હતો.આકાશને આજે પણ યાદ હતું. લગ્ન