ઓપરેશન સેવન સિસ્ટર્સ : પ્રકરણ ૭

  • 204
  • 70

પ્રકરણ ૭ : મ્યાનમારનું ગાઢ જંગલ—'જનરલ  થાન શ્વે' નો અડ્ડોજનરલ થાન શ્વેના સીધા પડકારે દિલ્હી હેડક્વાર્ટર્સમાં બેઠેલા આઈ.બી. ચીફ અય્યર સરના હોશ ઉડાવી દીધા હતા. આગામી ૪૮ કલાકમાં ભારતીય કરન્સી માર્કેટને ક્રેશ કરવાનો ગ્લોબલ ક્રિપ્ટો એટેક લોન્ચ થવાનો હતો. આ કટોકટીની સ્થિતિમાં ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી કે કાયદાકીય કાગળિયાં કરવાનો સમય નહોતો. અય્યર સરે નવી દિલ્હીથી વિપુલને સેટેલાઇટ ફોન પર ફાઇનલ ઓર્ડર આપ્યો, "વિપુલ, આ સત્તાવાર ઓપરેશન નથી. જો મ્યાનમારમાં પકડાયા તો ભારત સરકાર તમારી ઓળખ નકારી દેશે. ગો હેડ, ન્યુટ્રલાઇઝ ધ ટાર્ગેટ."મેઘાલયની ગુફાઓમાંથી નીકળીને વિપુલ અને તેની ચાર કમાન્ડોની ટીમ કાળા રંગના સ્પેશિયલ ઓપ્સ યુનિફોર્મમાં સજ્જ થઈ ગઈ. અય્યર સરે આપેલા