(મિત્રો અગાઉ આપણે જોયું કે જગાભાઈ નું કુંવારા જેઠ નું લેબલ તો હટી ગયું પણ જગાભાઈ એક એવા પાત્ર છે જેમને બંધન થી જાજુ નો બાંધી શકાય "રાણો રાણા ની રીતે" હતો. પણ સોનલ ના કાયદાઓ તેમને કેટલા ફાવશે તે જોઈશું હવે ના ભાગો માં)સુરજપર ગામના ઇતિહાસમાં નાથુજીના મોટા દીકરા જગાભાઈના લગ્ન જેટલી ધામધૂમથી થયા હતા, એટલી જ ઝડપથી ઘરમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો. મોતીપુરા ગામના મોટા જમીનદાર ગિજુભાઈના બહેન સોનલ જ્યારે આ ઘરમાં જેઠાણી બનીને આવ્યા, ત્યારે આખું ગામ કહેતું હતું કે હવે નાથુજીના ડેલાનો વટ આસમાને પહોંચશે. પણ ડેલાની અંદરની હકીકત કંઈક જુદી જ આકાર લઈ રહી હતી.