ટેરર ૨૬ - ભાગ 5

  • 170
  • 56

ભારતીય જાસૂસી સંસ્થા ના વડા અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે અને દિલ્હી પોલીસ સાથે એક મહત્વની મીટીંગ યોજે છે. આ મીટીંગમાં આવનારા ૨૪ કલાક નો એકશન પ્લાન પણ ચર્ચા કરવામાં આવે છે. શ્રી અશોક બસુએ માહિતી આપતા કહ્યું:"મિત્રો આપણી સાથે બહુ મોટી રમત રમવામાં આવી છે. આતંકવાદીઓ ની યોજના કંઈક અલગ જ હતી. આપણે બધા કાશ્મીરમાં ધ્યાન કેન્દ્રિત કરી બેઠા હતા ત્યારે એમણે કેમીકલ હુમલો કરવા માટે યોજના તૈયાર કરી લીધી. આપણે હસન અને બીજા આતંકવાદી ની વાતો સાંભળીને શસ્ત્રો નો એક નાનકડો જથ્થો અને તેમનો એક નિષ્ક્રિય કમાન્ડર દિલાવર ખાન ને કબજે કરી ખૂબ ખુશ