આગળ આપણે જોઈ ગયા કે....જાનવી પોતાના ગાલ પર હળવેકથી હાથ ફેરવતા ફેરવતા મનોમન બોલી, "આવું થોડું થાય... હું ખરેખર ભૂતકાળમાં વહી ગઈ છું? હું પાછી કોલેજ ગર્લ બની ગઈ છું?" તેને હજી પૂરો વિશ્વાસ નહોતો આવતો.એટલી વારમાં બાજુના રૂમનો દરવાજો ખુલ્યો અને તેની મોટી બહેન હાથમાં એક મોટી સૂટકેસ લઈને બહાર આવી. બહેનને જોઈને જાનવી તો ખૂબ રાજી થઈ ગઈ, તે કેટલી જુવાન અને સુંદર લાગતી હતી!પણ તેની નજર જેવી હાથમાં પકડેલી સૂટકેસ પર પડી કે જાનવીના મનમાં અચાનક વીજળીનો ચમકારો થયો. તેને વિચાર આવ્યો, 'અરે! મારી બહેન આમ સૂટકેસ લઈને ક્યાં જાય છે? ક્યાંક આ ઘર મૂકીને કોઈ છોકરા