પ્રકરણ ૩૦: દ્વારકાની યાદો અને આનંદનગરમાં પાવન 'લાલાના હિંડોળા'!દૈનિક ચબરાકિયાં: "ભગવાન પ્રત્યેની ભક્તિ સ્થળ કે ઘર બદલાવાથી નથી બદલાતી! જ્યાં શ્રદ્ધા, પ્રેમ અને પડોશીઓનો સાથ હોય, ત્યાં જ દ્વારકા અને વ્રજભૂમિ આપોઆપ પ્રગટ થઈ જાય છે!" શ્રાવણ મહિનાની એક રળિયામણી અને પાવન સવારે સોસાયટીના ગાર્ડનમાં સવારની મોર્નિંગ વૉક ચાલી રહી હતી.સિનિયર સિટિઝન ગ્રુપના વડા માણેક લાલ, રૂસ્તમ દારૂવાલા, મનોહર જોશી અને અવધેશ શર્મા ગાર્ડનના ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં જ એમની નજર વડના વૃક્ષ નીચે બેઠેલા સોસાયટીના નવા રહીશ દ્વારકાથી આવેલા ભટ્ટ પરિવાર પર પડી.ભટ્ટજી અને એમના પત્ની શાંતિથી બેઠા હતા, પણ એમના ચહેરા પર એક અનોખી ઉદાસી અને