આદમખોરનું રહસ્ય : પ્રકરણ ૬

  • 1.5k
  • 704

આદમખોરનું રહસ્ય પ્રકરણ ૬:અર્જુનનો સિંહપુરુષ અવતારકાલિંદીના કાળાડીબંગ અંધારામાં ડૂબેલું ગીરનું જંગલ રાતના સમયે કોઈ ભયાનક અજગર જેવું લાગતું હતું. આકાશમાં આસો વદની કાળી ચૌદશ જેવો અમાસનો ઘોર અંધકાર છવાયેલો હતો. વાંસના ઝુંડમાંથી આવતો શીતળ પણ ભયાનક પવન, દૂર દૂરથી આવતા તમરાંનો સતત ગૂંજતો તીખો અવાજ અને અજાણ્યા રાતચર પક્ષીઓની ડરામણી ચીસો જંગલના ખોફમાં વધારો કરી રહી હતી. ઝાડની ડાળીઓ અંધારામાં રાક્ષસી હાથ ફેલાવીને ઊભી હોય તેમ ભાસતી હતી.એ જ કાળી રાત્રે, સાસણની ઉત્તર સીમાડે આવેલા 'કોર એરિયા'ના એ જ સ્થળે અર્જુનસિંહની જીપ આવીને અટકી, જ્યાં બે દિવસ પહેલાં સમીર પર ભયાનક હુમલો થયો હતો.જીપનો દરવાજો ખુલ્યો. અર્જુનસિંહે હોસ્પિટલમાંથી અડધી રાત્રે, ડૉક્ટરોની