ભાઈબંધ

શહેરના એક નાનકડા વિસ્તારમાં પાંચ મિત્રો રહેતા હતા—ચિરાગ, રવિ, કૌશલ, કૃણાલ અને રોહિત. પાંચેયની ઉંમર લગભગ સરખી હતી, પણ સ્વભાવ એકબીજાથી સાવ અલગ.ચિરાગ શાંત અને સમજદાર હતો. કોઈ મુશ્કેલી આવે ત્યારે બધાને ભેગા કરીને રસ્તો શોધતો.રવિ હંમેશાં હસતો અને બીજાને પણ હસાવતો. મુશ્કેલીમાં પણ મજાક કરીને વાતાવરણ હળવું કરી દેતો.કૌશલ દિલ નો  બહુ સારો. મિત્ર માટે કોઈની સામે ઊભા રહેવામાં તે ક્યારેય પાછળ ન હટતો.કૃણાલ મહેનતી અને વ્યવહારુ હતો. પૈસાની કિંમત પણ જાણતો અને સમયની પણ.અને રોહિત... તે પાંચેયમાં સૌથી લાગણીશીલ. મિત્રોના ચહેરા જોઈને જ સમજી જતો કે અંદર શું ચાલી રહ્યું છે.પાંચેય મિત્રો બાળપણથી સાથે હતા. શાળામાં સાથે, ક્રિકેટમાં