પાછા વળ્યા પાછલા દિવસો - 18

(45)
  • 1.4k
  • 464

વાર્તા: પાછા વળ્યા પાછલા દિવસોએપિસોડ ૧૮: શ્રદ્ધાની સગાઈ નો પ્રસંગ અને જાનવી ની સુજ બુજસાંજનો સમય થતાં જ વાતાવરણમાં એક અનોખી ખુશ્બો અને તાજગી ઘોળાઈ ગઈ હતી. જાનવી અને મનોજે સાથે મળીને ભાડે રાખેલા ઓપન-એર જીમ અને સ્વિમિંગ પૂલવાળા વિશાળ ગ્રાઉન્ડમાં સગાઈનો માહોલ કોઈ રાજવી મહેલ જેવો ભવ્ય લાગી રહ્યો હતો. સેજલ દ્વારા કરવામાં આવેલું ઓપન-એર લાઈટિંગ સ્વિમિંગ પૂલના નીલા પાણીમાં પ્રતિબિંબિત થઈને એક અદ્ભુત અજવાળું પથરાવી રહ્યું હતું. આહલાદક સાંજના પવન સાથે મધુર શરણાઈના સૂરો આખા ગ્રાઉન્ડમાં ગુંજી રહ્યા હતા. રમેશભાઈ અને પાર્વતીબેન હાથ જોડીને હરખભેર મહેમાનોનું સ્વાગત કરવામાં વ્યસ્ત હતાં. રોહન પણ પોતાની જવાબદારીઓ બહુ હોંશથી નિભાવી રહ્યો હતો.ત્યાં