કાળુના ગલ્લા પાછળ જે ગુપ્ત યોજના બની હતી, એનો અમલ કરવાનો સમય હવે આવી ગયો હતો. જગાભાઈ ડિજિટલ દુનિયાના માણસ હતા. એમણે ઓનલાઇન બ્લોગ લખીને એક લાખ રૂપિયા કમાયા હતા, એટલે એમને ખબર હતી કે આજકાલની ભણેલી-ગણેલી છોકરીઓને કઈ વસ્તુનું ઘેન હોય છે.અને કઈ વસ્તુઓ ક્યારે અને કેમ ભારી પડી શકે છે તેનો પણ અંદાજો હતો. એમણે પોતાની નવી નવલકથા **"The Virtual Trap: Real Losses in a Digital World"** (ધ વર્ચ્યુઅલ ટ્રેપ) ના મુખ્ય વિચારનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. આ વિચાર એવો હતો કે માણસ સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણમાં એવો ફસાઈ જાય છે કે એને પોતાની અસલી જિંદગીનું ભાન નથી