સરકારી પ્રેમ - ભાગ 70 (અંતિમ ભાગ)

  • 160

બીજા દિવસે વહેલી સવારથી જ મહેચ્છા ખુબ વ્યસ્ત હતી. સવારે ૯ વાગ્યે તો મુખ્યમંત્રીશ્રી સિરોહી પહોંચી જવાના હતા. મહેચ્છા સાતેક વાગ્યે જ તૈયાર થઈ ઓફીસ પહોંચી આખા દિવસભરના કાર્યક્રમ વિષે માહિતી એકઠી કરે છે.પછી ફટાફટ સિરોહી ના જ હેલીપેડ  પર પહોંચી જાય છે જ્યાં મુખ્યમંત્રીશ્રીનું આગમન થવાનું હતું. મહેચ્છા પોતાના મનમાં ખુબ જ આશ્વસ્ત હતી કે ઓછા સમયમાં પણ‌ સારી તૈયારીઓ થઈ હતી. આ તરફ આજે કોર્ટમાં રિતેશનો જુનો કેસ શરૂ કરી બધા જ આરોપો નવા પુરાવાઓની  પ્રમાણે ફરીથી આરોપો ઘડવાના હતા. નવનીત દ્વારા બધાજ મજુરોને પૈસા પાછા મળી જશે એવી લેખિત બાંહેધરી કોર્ટમાં દાખલ કરવાની હતી અને આ સમગ્ર પ્રક્રિયા