વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 2

(17)
  • 866
  • 282

વૃશાલી પ્રકરણ – ૨રાધેયનું હૃદયમંથનકર્ણને અંગરાજનું પદ પ્રાપ્ત થયાને હજી થોડા જ દિવસો વિત્યા હતા. કર્ણ એ એના માટે રાજમહેલ બનાવવો શરૂ કરી દીધો હતો...એની કાર્ય શૈલી થી બધે એનો જયજય કાર થઈ રહ્યો હતો......પરંતુ રાધામાતાના હૃદયમાં હવે પુત્રના વિવાહની ચિંતા જાગી ઊઠી હતી.અંગરાજ બન્યા પછી કર્ણ માટે અનેક યોગ્ય કન્યાઓનાં પ્રસ્તાવ આવવા લાગ્યાં હતાં. વિવિધ કુળોમાંથી સુશીલ, સંસ્કારી અને યોગ્ય કન્યાઓના સંબંધો પ્રસ્તાવિત થવા લાગ્યા હતા.પરંતુ રાધામાતા અને અધિરથ તો વર્ષોથી એક વાત નિહાળી રહ્યાં હતાં—વૃશાલી કર્ણના હૃદયમાં ઊંડે સુધી વસેલી હતી.બાળપણથી જ બંનેની મૈત્રીને તેમણે પોતાની આંખો સમક્ષ વિકસતી જોઈ હતી. સમયના પ્રવાહ સાથે એ નિર્દોષ સખ્યભાવ