અધૂરા શ્વાસ - ભાગ 3 ઘરની દીવાલો વચ્ચે એક અદ્રશ્ય તણાવ ખેંચાઈ ચૂક્યો હતો. આજે અભય વહેલો ઊઠ્યો અને રસોડામાં જઈ બા માટે ચા બનાવી રૂમમાં આપી આવ્યો. બા પલંગ પર ગુમસુમ બેઠાં હતાં. સિયા બહાર આવી ત્યારે અભય વાસણ ધોઈ રહ્યો હતો. સિયાએ કટાક્ષ કર્યો, “વાહ! બહુ જલ્દી આદર્શ પતિ બની ગયો... મને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ છે?” અભયે કહ્યું, “ઘર છે, કામ કરવું પડે. તને એવું લાગતું હોય તો ભલે.” સિયાએ પૂછ્યું, “તને ક્યારેય ગુસ્સો નથી આવતો?” અભયે કહ્યું, “આવે છે, પણ દરેક ગુસ્સાનો ઉત્તર ક્રોધથી આપવો જરૂરી નથી.” નાસ્તામાં ઉપમા જોઈ સિયાએ કહ્યું કે મીઠું ઓછું છે. અભયે