અધૂરા શ્વાસ - ભાગ ૫ લાગણીઓના તાણાવાણા અને અતૂટ સમર્પણની અભય અને સિયા ની પ્રેમકથા સવારથી જ વાતાવરણ ભારેખમ હતું. અભય એક રોબોટની જેમ ચૂપચાપ તૈયાર થઈ રહ્યો હતો. સિયાએ ટોણો માર્યો, “કેમ આમ ફરે છે, જાણે કોઈ મરી ગયું હોય!” અભયે અટકીને કહ્યું, “કેટલીક લાગણીઓ મરી જ જતી હોય છે...” સિયા ક્ષણભર ચૂપ થઈ ગઈ પછી બોલી, “ડ્રામા ન કર.” સાંજે અભય થાકીને ઘરે આવ્યો. રૂમમાં સિયાએ કહ્યું, “તું ક્યાં સુધી આમ મોં ચડાવીને ફરીશ? આ બધું ઇરિટેટિંગ છે.” અભયે કહ્યું, “હું થાકી ગયો છું.” સિયાએ કટાક્ષ કર્યો, “તો શું મેં તને થકવી દીધો?” અને અચાનક અભય જોરથી