ચેતના - 6

  • 722
  • 236

"ચેતના હું મજાક નથી જ કરતો. આપણી કોલેજના, સ્કૂલના બધાના સમ."કંઈ પણ બોલ્યા વગર ચેતનાએ કાર સ્ટાર્ટ કરી. એ જ ધીમી ગતિએ દોડાવતી પ્રત્યંચની વાતનો વિચાર કરવા લાગી.જાણતી હતી પ્રત્યંચ નાનો હતો ત્યારે સ્કુલથી ડરતો હતો... અને પછી કૉલેજથી. જયારે પણ કોઈ વાત સાબિત કરી શકાય તેમ ન હોય એટલે સ્કુલ કોલેજના સમ ખાઈ લેતો.બંને પાકાં મિત્રો હતાં પણ બધાં વચ્ચે બોસ અને સ્ટાફની જ વર્તણૂક રહેતી. સારું હતું કે બંને ના પરિવાર આ વાતને સમજતાં હતાં. "ચૂપ કેમ થઈ ગઈ...!? હું સાચું કહું છું ચેતુ...,""પ્રત્યંચ તું વાત સમજતો નથી. તું...!, કદાચ તને ભ્રમ થયો હોય. બપોરે એ બાજુ ખૂબ તડકો