અધૂરા શ્વાસ - ભાગ ૭ લાગણીઓના તાણાવાણા અને અતૂટ સમર્પણની અભય અને સિયા ની પ્રેમકથા તે રાત્રે ઘરમાં અસામાન્ય અને બિહામણી શાંતિ હતી. સિયાના મગજમાં અવાજો ગુંજતા હતા: ‘તેં અભયને દુઃખ પહોંચાડ્યું... તું કોઈને લાયક નથી.’ એણે કાન ઢાંકી દીધા. પશ્ચાત્તાપનો બોજ અસહ્ય થઈ ગયો હતો. ટેબલ પર ઊંઘની ગોળીઓની પડી હતી. એના મનમાં વિચાર આવ્યો – ‘જો આ બધું ખતમ થઈ જાય તો?’ એના હાથ ધ્રૂજતા હતા, પણ મગજ સુન્ન હતું. એણે એક પછી એક ગોળીઓ કાઢી. અભયનો ચહેરો આંખો સામે આવ્યો – ‘હું હવે પ્રયાસ નહીં કરું.’ સિયાએ આંસુ ભરેલી આંખે સ્વગત કહ્યું, “મને માફ કરી દેજો...” અને