અધૂરા શ્વાસ - ભાગ ૯ ટેબલ પર કેર સેન્ટરનું ફોર્મ પડ્યું હતું. અભયના હાથમાં પેન હતી પણ આંગળીઓ સુન્ન હતી. એ ફોર્મ ભરવા જતો હતો ત્યાં જ અંદરના રૂમમાંથી સિયાના ગળામાંથી વિચિત્ર અવાજ આવ્યો. અભય દોડીને અંદર ગયો. સિયાનું શરીર ધ્રૂજતું હતું, શ્વાસ રુંધાતા હતા. આ દ્રશ્ય જોઈ અભયનો બધો સ્વાર્થ, થાક પળવારમાં ઓગળી ગયા! એ પાગલની જેમ વળગી પડ્યો, “સિયા! તું મને આમ છોડીને ન જઈ શકે!” એ પગના તળિયા ઘસવા લાગ્યો. અચાનક સિયાની પાંપણો ઝડપથી ફફડી. એની આંખો સ્થિર થઈને સીધી અભયની આંખોમાં પરોવાઈ ગઈ! સિયાનો હાથ ઊંચકાયો અને એણે અભયના શર્ટના છેડાને મુઠ્ઠીમાં ભીંસી લીધો! સુકાઈ ગયેલા