હું એક અઘોરી - 2

  • 1k
  • 388

2. સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની.. હા મિત્રો, એ જિંદગી હું સાચેજ જીવ્યો છું.  કોઈ માને નહીં, મને આ રીતે જીવી આવેલો બીજો કોઈ કહે તો હું પણ માનું નહીં પણ એ જીવન એક હકીકત છે. હવે ક્યારેક મને પણ એ એક સ્વપ્ન લાગે પણ  હું જીવ્યો છું. એક અગોચર દુનિયામાં જઈને જીવ્યો અને પાછો પણ આવ્યો. હું મારી સાચી વાર્તા કહી રહ્યો છું, સર! મારી એ વિચિત્ર યાત્રાની વાર્તા.  કોણે કલ્પના કરી હશે કે તે આવી  અકલ્પ્ય, અંત વિનાની મુસાફરી હશે!તો સાંભળો મારી આ વાત.આપ સહુ હવે જાણો છો તેમ હું ભારત સરકારના સર્વે વિભાગ અને સેન્ટ્રલ બોર્ડર એન્ડ