(જામનગર, એક પ્રાઇવેટ હોટલ ના ટેરેસ પર ...)વિવેક પાલખીવાળા : અરે....આવો આવો... સર્વસ્વદાસ પટેલ શેઠ... આવો..પટેલ શેઠ : આ પેનડ્રાઈવ અને આ ફોટોગ્રાફ મોકલવાનું કારણ .... ?વિવેક : તમારી પ્રતિષ્ઠા અને આબરૂ ની ચિંતા...પટેલ શેઠ : તારા જેવો નીચ વ્યક્તિ મારી આબરૂ ની ચિંતા કરશે...? તારા બેકગ્રાઉન્ડ ની તપાસ કરાવી છે મેં.... તું એક પ્રોફેશનલ બ્લેકમેલર છે ને...?વિવેક : અરે વાહ, મને પ્રોફેશનલ બ્લેકમેલર કહી ને મને ખૂબ ઈજ્જત આપી તમે.... આજ સુધી લોકોએ મને... (ગાળ),(ગાળ) અને ( ગાળ) .. કહી ને બોલાવ્યો છે... તમે મારી ઇજ્જત કરી.. એટલે હું પણ તમારી ઇજ્જત રાખીશ... આ ફોટા તેમ જ પેનડ્રાઈવ શેઠ