અનહદ-લાગણી છે કે માત્ર...??? (ભાગ-2)

  • 78

ભાગ-૨:વાતોમાંથી લાગણીઓનો અહેસાસ પહેલો પ્રેમવખત જતાં સોશિયલ મીડિયાની ચેટ વિન્ડો હવે માત્ર મેસેજ મોકલવાનું સાધન નહોતી રહી, પણ એ બે હૃદય વચ્ચેનું અદ્રશ્ય સેતુ બની ગઈ હતી. સવારના પહેલા સૂર્યપ્રકાશ સાથે વિશ્વાસના ફોનની સ્ક્રીન પર મીરાંનો મેસેજ ચમકતો—"ગુડ મોર્નિંગ, વિશ્વાસ! રાત્રે સપનામાં આવ્યા હતા કે હકીકતમાં વાત કરતા હતા, ખબર જ ના પડી." અને આ મેસેજ વાંચીને વિશ્વાસના ચહેરા પર જે સ્મિત રેલાતું, એ આખો દિવસ એના ચેહરા પર અકબંધ રહેતું.ધીમે-ધીમે આ શબ્દોની સફર ટેક્સ્ટ મેસેજમાંથી બહાર નીકળીને અવાજના માધ્યમ સુધી પહોંચી. હવે માત્ર વોટ્સએપ ચેટ પૂરતી નહોતી, પણ મોડી રાતના લાંબા ફોન કોલ્સનો સિલસિલો શરૂ થઈ ગયો હતો.(ફોન કોલનું